Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા “વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ” નિમિત્તે વાસ્વિક હોલ ખાતે કાર્યક્રમ

આ કાર્યક્રમમાં રાજ્ય ના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ શહેર અધ્યક્ષશ્રી ડો વિજયભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી મનીષાબેન વકીલ ,કેયુરભાઈ રાકડીયા, ચૈતન્યભાઈ દેસાઈ, શહેર મહામંત્રીશ્રીઓ જશવંતસિંહ સોલંકી રાકેશભાઈ સેવક તથા સત્યેનભાઈ કુલાબકર, તેમજ પ્રદેશ શહેર ના હોદેદારો તેમજ કાઉન્સિલરો તથા પદાધિચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
વડોદરા શહેર નાં રેસ કોર્સ સ્થિત વાસ્વિક ભવન ખાતે ભાજપ વડોદરા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠિ નું આયોજન કરવામાં.આવ્યું હતુ
આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો વિજયભાઈ શાહ એ સ્વાગત પ્રવચન કર્યું હતું વિભાજન વિભીષકા સ્મૂતિ દિવસ નિમિત્તે આ કાર્યક્રમ માં ઉપસ્થિત પુર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે અંગ્રજો ભારતથી ગયા પણ તેના કપરાં પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે. જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષોના જીવ હોમાયા હતા. આ કરૂણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ 14 ઓગસ્ટના દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે.જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરૂણાંતિકાની માહિતી મળી રહે અને દેશ ને આ વિભાજન થી કેટલું નુકશાન થયું હતું અને આ વિભાજન થી આજે પણ દેશ ની પ્રજા ઘણી યાતના વેઠી રહી છે

Related posts

ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીના ભોજન માંથી ઈયળ નીકળવાના મામલે NSUI દ્રારા કરાયું વિરોધ પ્રદર્શન

admin

હાઈટેક તરકીબથી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો; ગ્રામ્ય LCBએ બે ઇસમોને ઝડપી પાડ્યા

admin

ડભોઇ કડિયાવાડ ખાતે ઓર્થોપેડિક મેગા કેમ્પ યોજાયો

admin

Leave a Comment