36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાણીની સમસ્યાને લઈને ઢોલ વગાડી તેમજ માટલા ફોડી તથા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારીને વિરોધ

વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11 માં આવેલ જે ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીથી વંચિત વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11 માં આવેલા જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં તેમ જ સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 12 વર્ષથી તેમને પીવાનું શુદ્ધ પાણી ન મળતા અનેક વખત તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે ત્યારે આજરોજ વોર્ડ નંબર 11ની જય ગણેશ સોસાયટીના રહેવાસીઓએ ઢોલ વગાડી તેમજ માટલા ફોડી તથા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે પાણીની સમસ્યા લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરો તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ યથાવત જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ વેરો ભરે છે છતાં પાલિકા તેમની સમસ્યા નું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે. હવે જોવાનું રહેવું કે કેટલી વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવે છે અને કેટલી વહેલી તકે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે છે.

Related posts

આપણી ધરોહર દ્વારા વડોદરાની ઐતિહાસિક ઇમારતો માટે હેરિટેજ વોકનું આયોજન

admin

62 સોસાયટીઓમાં પાણીના મળવાને મુદ્દે સોસાયટીના રહીશો આમ આદમી પાર્ટીના નેતૃત્વ મા વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

ડભોઈ હોળી-ધૂળેટીના પર્વ આડે ગણતરીના દિવસો બાકી છતાં બજારોમાં હજુ પણ મંદીનો માહોલ

admin

Leave a Comment