તાલુકામાં સવારથી ગરમીનું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે આજે બપોર પછી અચાનક હવામાનમાં ફેરફાર જોવા મળ્યા હતા અને પૂરજોશ પવન સાથે અચાનક પવન અને વઁટોલ સાથે વરસાદ થી વાતાવરણ ગંભીર બની ગયું હતું.. જોત જોતામાં કેટલા વૃક્ષો પવનના કારણે ધરાશય થયા હતા અને સાથે સાથે વરસાદ પણ સારા પ્રમાણમાં પડ્યો હતો સવારથી ગરમીના પ્રમાણ હોવાથી વરસાદ આવવાથી લોકોમાં ભારે ઠંડક જોવા મળી હતી તો એક તરફ તાલાળા તાલુકા ની જગવિખ્યાત કેસર કેરી બાગાયતી પાકને આ વાવાઝોડાને કારણે આ ભારે પવનને કારણે ભારે નુકસાન થયું હતું આમ આજે ભારે પવન સાથે તાલાળા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ સારા પ્રમાણમાં પડ્યો હતો.
રિપોર્ટર લલિત ચાવડા તાલાળા

