Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિસાવદરમાં રમઝાન ઈદની ઉજવણી, માનવ સેવા સમિતિ અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સનો સંયુક્ત ઉપક્રમ

જૂનાગઢ જિલ્લાના Visavadar ખાતે માનવ સેવા સમિતિ અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સંયુક્ત ઉપક્રમે દાઉદી વ્હોરા સમાજની પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે વ્હોરા મસ્જિદ ખાતે જઈ જનાબ આમિલસાહેબને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઈદ મુબારક પાઠવવામાં આવ્યું હતું. સાથે જ વ્હોરા સમાજના ભાઈઓ અને બહેનોને પણ ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન માનવ સેવા સમિતિના પ્રમુખ Ramanikbhai Dudhatra, ચીફ ઓફિસર Vaghasia Saheb તેમજ વરિષ્ઠ પત્રકાર C V Joshi દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને સૌને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ ઉપરાંત વાલી શબિરભાઈ હથીયારી, અબુલીભાઈ હીરાણી, સેક્રેટરી હુસેનભાઈ ત્રાવાડી, નગરપાલિકાના સભ્યો ભરતભાઈ સોલંકી, ભાવેશભાઈ ડોબરિયા, રમીજ મેતર સહિત રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સભ્યો અને પત્રકાર શ્યામ ચાવડા સહિત મોટી સંખ્યામાં વ્હોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, સૌહાર્દ અને ભાઈચારો મજબૂત બન્યો હોવાનું જણાયું હતું.

Related posts

ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અબોલ જીવોની કસોટી: કરોડોના ખર્ચે બનેલા હવાડા ધૂળ ખાય છે, પશુ-પક્ષીઓ તરસ્યા!

admin

રાષ્ટ્રીય કોંગ્રેસના સૃજન સંગઠન અભિયાન અંતર્ગત AICC મહામંત્રીની સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ

admin

વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં વીજ થાંભલાના પોલમાં ઈલેક્ટ્રીક વાયરમાંશોર્ટ સર્કિટ થઈ નીચે પડતાં ભીષણ આગ

admin

Leave a Comment