41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ભરુચભરુચ જિલ્લો

આમોદમાં 72 વર્ષનાં વૃદ્ધા પર દુષ્કર્મ રેપકેસમાં જામીન પર છૂટ્યા બાદ 35 વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ

ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આમોદના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શખસે દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ આરોપીએ અગાઉ પણ આ વૃદ્ધા પર જ દુષ્કર્મ આચર્યું હતું. એ ઘટનામાં જામીન મળતાં તે બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધા પર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતાં 72 વર્ષીય વૃદ્ધાને આરોપી શૈલેષ રાઠોડ 15મી ડિસેમ્બરના રોજ સાંજે ખેતરમાં ઝુપડામાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 22મી ડિસેમ્બરના રોજ પણ ફરીથી સાંજના છ વાગ્યાના અરસામાં વૃધ્ધાને ઝુપડામાંથી બહાર ખેંચી લાવી ખેતરમાં આવેલા બાપુજીની સમાધિ પાસે લઇ જઇ દુષ્કર્મ આચરી આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાકધમકીનો ગુનો દાખલ કર્યો છે. દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ અંગે જંબુસર ડીવાયએસપી પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે આ આરોપીએ દોઢ વર્ષ પૂર્વે આ વૃદ્ધા પર જ દુષ્કર્મ કર્યું હતું અને એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. એ કેસમાં આરોપીને થોડા દિવસ અગાઉ જ જામીન મળતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે ફરીવાર તેણે આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે.

Related posts

ભરૂચમાં ગણેશોત્સવની તૈયારીઓ ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી’ થીમ પર ઉજવણીનો અનુરોધ

admin

વાગરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

admin

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટે પહોંચ્યું

admin

Leave a Comment