આમ તો મહિલાઓ તમામ ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે વધુ એક વખત ગુજરાતની સાથે વડોદરા નું નામ ગૌરવ વધાર્યું…
વડોદરા શહેર માં ગણપતિની પ્રતિમા બનાવવામાં ઘણા બધા યુવાનો જોયા છે ત્યારે વડોદરા ની દીકરી રિદ્ધિ વિજય વાલકર એ છેલ્લા ચાર વર્ષથી ગણપતિ બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારે આ વર્ષે રિદ્ધિ ને બાર જ્યોતિર્લિંગ માંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દ્વારા ગણપતિ બનાવવાનું કામ રિદ્ધિ વિજય વાલકરને મળ્યું હતું જેમાં રિદ્ધિ એ માત્ર બે કલાકમાં દોઢ ફૂટ ના ગણેશજી બનાવ્યા હતા ત્યારે ગણેશજીને સોમનાથ મહાદેવના સાનિધ્ય માં સુંદર શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રતિમા સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ સોમનાથ મહાદેવના લીગ પાસે ગણપતિ ની પ્રતિમા મુકવામાં આવી હતી અને પ્રતિમાને શુદ્ધિ કરી હતી સાથે રિદ્ધિ વિજય વાલકરને આ સૌભાગ્ય પ્રાપ્ત થતા ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે સોમનાથ મંદિર પ્રશાસન દ્વારા વડોદરા ની દીકરીને ખૂબ જ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો જેને લઇને રિધ્ધિ વિજય વાલકરે ગણપતિ ની પ્રતિમા ખૂબ જ સુંદર બનાવવામાં આવી હતી ગણપતિની પ્રતિમા જોઈને સોમનાથ મહાદેવ ના પૂજારીઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને આ ગણપતિની પ્રતિમા બનાવવા રિદ્ધિ ને છેલ્લા ચાર વર્ષથી મહેનત કરી રહી હતી ત્યારે આ વર્ષે રિદ્ધિ એ માત્ર બે કલાકમાં દોઢ ફૂટની પ્રતિમા બનાવી હતી
https://www.instagram.com/p/C_AzKTMv7MP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

