36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં યોજાઈ માર્ગ સુરક્ષા રેલી : 15 સપ્ટેમ્બરથી કડક હેલ્મેટ ફરજિયાત

વડોદરા શહેરના અકોટા બ્રિજ પર આજે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને જોઈન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં માર્ગ સુરક્ષા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ત્રણસો થી વધુ બાઈક સાથે યોજાયેલી આ રેલીમાં હોમગાર્ડ, ટ્રાફિક જવાન તેમજ શહેરની અનેક સામાજિક સંસ્થાઓના લોકો જોડાયા હતા. વિકાસ સહાયએ રેલી દરમિયાન હેલ્મેટનું વિતરણ કરી લોકોને પ્રતીકાત્મક સંદેશ આપ્યો કે, 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં કડકાઈ સાથે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સમયગાળામાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી હોઈ તેને ઘટાડવા અને લોકોની પ્રાણ સુરક્ષા હેતુ હેલ્મેટ ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ રેલી થકી લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.

Related posts

વડોદરા શહેરના ગોરવા ગામમાં આવેલી આશીર્વાદ સોસાયટીના મેઈન રોડ પર મસ મોટો ભુવો પડ્યો

admin

મકરપુરા એસઆરપી ગ્રુપ 9 ની સામે મહાકાય ભુવો પડ્યો

admin

વરસાદી માહોલમાં પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત

admin

Leave a Comment