બ્લેક સ્પોટઃ અકોટા-ફતેગંજ પંડ્યા બ્રિજ, ડભોઈ થ્રી વે જંક્શન પર 3 વર્ષમાં 19 અકસ્માત, 16 મોત
વડોદરા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ બ્લેક સ્પોટ ખાતે મુલાકાત લઈ શહેર-જિલ્લામાં વર્ષ 2024ના 19 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2022થી 2024 એટલે કે 3 વર્ષમાં શહેરમાં અકોટા બ્રિજ પર 5 અકસ્માતમાં 7ના મોત, ફતેગંજ અને પંડ્યા બ્રિજ વચ્ચે 6 અકસ્માતમાં 3ના મોત અને ડભોઇ શ્રી વે જંક્શન પર 8 અકસ્માતમાં 6 ના મૃત્યું થયા છે જેથી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા છે. શહેર-જિલ્લાના 19 બ્લેક સ્પોટ પર છેલ્લા 6 માસમાં 45 અકસ્માત સર્જાયા છે અને તેમાં 30 લોકોના મોત થયા છે. જેમાના મોટાભાગના બ્લેક સ્પોટ નેશનલ હાઇવે પરના છે.શહેરમાં અકોટા બ્રિજ, ફતેગંજ અને પંડ્યા બ્રિજની વચ્ચે અને ડભોઈ શ્રી વે જંક્શનને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણ સ્થળોને રોડ અને ફ્લાયઓવર પ્રકારના બ્લેક સ્પોટ જાહેર કરાવા છે. તે સાથે બીજા એનએચ 48 પાસેના અન્ય 5 સ્થળ છે. જ્યારે જિલ્લામાં પણ આ રીતે 13 જેટલા બ્લેક સ્પોટ શોધી જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અવાર-નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આ અકસ્માત વાળા સ્થળોને શોધી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાતા હોય છે. તાજેતરમાં જ શહેરમાં અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા છે. લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.
ત્યારે આ મુદ્દે ટ્રાફિક પશ્ચિમ વિભાગના એસીપી ડી એમ વ્યાસે પ્રતિક્રિયા આપી આ તમામ સ્થળ પર હાલ ઓથોરિટી ધ્યાન આપી રહ્યું છે અને થોડાક જ સમયમાં અકસ્માતો અટકશે તેઓ આયોજન પણ કરી રહ્યા છે