33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

સહજના વાર્ષિક પ્રદર્શન “કલાંજલી” નું તારીખ 3-4 ઓક્ટોબર ને રોજ ત્રિષા ગેલેરી વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું

છેલ્લા 24 વર્ષથી સહજ વડોદરામાં કલાંજલી નામે એનું વાર્ષિક પ્રદર્શન અને વેચાણ કરે છે. વડોદરાની કલાપ્રેમી જનતા એની ઉત્સુકતાથી રાહ જુએ છે.
ગયા મહિને વડોદરાની પૂર અને કુદરતી આફતને કારણે સહજનું પ્રદર્શન મોકૂફ રાખ્યું હતું. ત્યારબાદ અનેક મિત્રો, શુભેચ્છકો અને વર્ષોથી સહજના ઉત્પાદન ખરીદતા ગ્રાહક મિત્રો સહજને પ્રદર્શન યોજવા સંપર્ક કરતા રહ્યા. એમના પ્રેમ અને આગ્રહને કારણે સહજ નું વાર્ષિકપ્રદર્શન “કલાંજલી” આ વર્ષે તારીખ 3-4 ઓકટોબર ને રોજ વડોદરાની ત્રિષા ગેલેરી ખાતે આયોજીત કરવામાં આવ્યું છે.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેર્સ ના “ટ્રાઈફેડ”ના ગુજરાત ના રીજિયોનલ મેનેજર શ્રી અજીત ભાઈ વાચ્છાણી કલાંજલી ના આ વર્ષ ના મુખ્ય અતિથિ અને ઉદ્દઘાટક છે.ટ્રાઈફેડ આખા ભારતમાં આદિવાસી હસ્તકલા, વન પેદાશો અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરતી સહુથી મોટી સંસ્થા છે.
જૂનાગઢ ના વતની અજીતભાઈએ કોમર્સ માં ગ્રેજ્યુએશન કર્યા પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રી બિઝનેસ માં પોસ્ટ ગ્રેજ્યુએશન નો અભ્યાસ કર્યો છે.
હાલમાં તેઓ ગુજરાત રાજ્યના આદિવાસીઓ ની આજીવિકાના પ્રશ્નો અંગે પી.એચ.ડી. નો અભ્યાસ કરી રહ્યા છે.
પોતાના કામને સમર્પિત અજીત ભાઈ ગુજરાત ના આદિવાસીઓ ની આજીવિકાના પ્રશ્ને ટ્રાઈફેડ દ્વારા ખૂબ કામ કરી રહ્યા છે.
એમની ઉપસ્થિતી સહજ માટે ટ્રાઈફેડ અને સહજના પરસ્પર સંબંધો ની યાત્રાનો પડાવ છે.
સહજ સાથે વડોદરાનો પ્રેમનો સંબંધ છે. સહજની શરુઆત થી વડોદરા ના કલાની સમજ અને કદર કરતા કલાપ્રેમીઓએ અમને અઢળક સ્નેહ કર્યો છે.
સહજના ઉત્પાદનો ગરીબ આદિવાસી બહેનો બનાવે છે માટે ખરીદો એ માનસિકતા તેમણે ક્યારેય રાખી નથી, કારીગર બહેનોએ બનાવેલા ઉત્કૃષ્ટ ઉત્પાદનો છે. એ સહજનો મંત્ર છે
આ ઉપરાંત સહજ છેલ્લા આઠ વર્ષોથી સમાજ જીવનના અન્ય આયામ પર પણ કાર્ય કરી રહ્યું છે.
જેમાં બાળકો સાથે ” મુક્તાંગણ” દ્વારા શાળાકીય અભ્યાસ ઉપરાંતનો વિકાસ, “અલખનો ઓટલો” દ્વારા સમાજને વધુ સકારાત્મક “સ્વ”ની યાત્રામા જોડવાનું અને ” તત્તવમસિ” અંતર્ગત સાહિત્ય અને કલા સાથે સમાજના સુજ્ઞ વ્યક્તિત્વો ને જોડી રહી છે.
સહજ નું ધ્યેય છે બહેનોને સ્વમાનપૂર્ણ રોજગારીનો હક્ક!
“અમે માનીએ છીએ કે તમે જ્યારે હાથ બનાવટની વસ્તુઓ ખરીદો છો, ત્યારે તમે કેટલાય કલાકોનો આનંદ, પ્રેમ અને મહેનત પણ ખરીદો છો.
અને સૌથી મહત્વનું તો એ, કે તમે કોઈ કારીગરને સ્વમાનભેર રોજગાર કમાવાની તક આપો છો.
તમે જ્યારે સહજની પ્રોડક્ટ ખરીદો છો ત્યારે તમે એક સ્ત્રી ને સ્વમાનભેર જીવવાની તક આપો છો.”
વડોદરાની કલા ચાહક જનતાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને ગમતા સહજના ચણીયા ચોળી જ્વેલરી, સુશોભનની વસ્તુઓ ઉપરાંત દિવાળીને ધ્યાનમા રાખી ખુબ વિશિષ્ટ પ્રોડક્ટસ બનાવવામા આવી છે. બાળકો માટે ઢીંગલીઓ આ વર્ષનું વિશેષ આકર્ષણ છે. હસ્તકલાની અનેક વસ્તુઓ જોવા,માણવા અને ખરીદવા સહર્ષ આમંત્રણ છે.

Related posts

Libérer la Puissance des Probabilités au Mad Casino

admin

Ihr Erfolgsweg im BingBong Casino

admin

વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજયેલ દ્વિતીય યુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ સ્પર્ધાનું સમાપન

admin

Leave a Comment