વડોદરા શહેરના જાણીતા સનસીટી ગ્રુપના બિલ્ડિર સમીર શાહ રવિવારે સવારે ઋષીકેશ ગંગા નદીમાં ડૂબકી લગાવતી વખતે પગ લપસતા તણાઇ ગયા હતા. એસડીઆરએફ પૂર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરતા સંગમ ખાતે આવેલા ત્રિવેણી ઘાટ નજીક સાંઈ ઘાટ પાસેથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. જેઓનો મૃતદેહ એર એમ્બ્યુલન્સ થકી સોમવારે મોડી રાત્રે વડોદરા આવી પહોંચતા આજરોજ મંગળવારે તેઓની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાને થી નીકળી હતી. જેમાં પરિવાર જનો સહિતનાઓ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે અંતિમ સંસ્કાર વડીવાડી સ્મશાન ખાતે કરવામાં આવતા ભીની આંખે તેઓને સૌએ વિદાય આપી હતી

