Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘સરદાર @ 150 રાષ્ટ્રીય એકતા યાત્રા’ નો વડોદરા માં પ્રવેશ : ઠેર ઠેર કરાયું સ્વાગત

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી ‘સરદાર @ 150 રાષ્ટ્રીય એકતા યાત્રા’ એ આજે વડોદરા શહેરમાં પ્રવેશ કર્યો હતો. આ યાત્રા એ શહેરમાં પ્રવેશ કરતા વિવિધ સમાજો , ધાર્મિક સંસ્થાઓ, એનસીસી કેડેટ્સ તેમજ શાળા ના બાળકો દ્વારા હાથ માં બેનર્સ સાથે પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્યુગલ ના સુર સાથે નીકળેલી આ એકતા યાત્રા માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહીત કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા , પીયુષ ગોયલ , વીરેન્દ્રકુમાર સહીત ઉચ્ચ રાજકીય નેતાઓ સહીત કાર્યકરો તેમજ મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાંસદ, પોલીસ કમિશ્નર સહીત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ભારત માતા કી જય ના નારા સાથે નીકળેલી આ યાત્રા ને લઇ ને ટ્રાફિક ના સુચારુ વ્યવસ્થાપન અર્થે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે શહેરમાં તા. 29, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર, 2025 દરમિયાન રાષ્ટ્રીય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

https://www.facebook.com/reel/862643972961287

Related posts

વડોદરાના વાઘોડિયા રોડ પર હવેલી મંદિરના ઠાકોરજીનો દિવ્ય દીપદાન મહોત્સવ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે

admin

વડોદરાના તરસાલી થી વડદલા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ

admin

વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાની નાગરિકોને અપીલ

admin

Leave a Comment