32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ગુજરાત

વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયું

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા તા.૨૬/૦૮/૨૦૨૫ થી તા.૨૯/૦૮/૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે.મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

જેમાં ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, પારંપરિક ભરતગુંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક ડમરું (ગાયન સાથે), વાંસળી, સિંગલ પાવા, જોડીયા પાવા, એકપાત્રીય અભિનય (ઐતિહાસિક/ ધાર્મિક પાત્રો), રાવણહથ્થો (ગાયન સાથે), રાસ (શહેરી/ ગ્રામ્ય), ભવાઈ, બહુરૂપી, હુડો રાસ, લોકનૃત્ય, મોરલી, શરણાઈ, એકલ નૃત્ય (સોલો ડાન્સ), લાકડી ફેરવવી, ઢોલ, ઝાંઝ મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાલાવૃંદો ભાગ લઈ શકશે આ સ્પર્ધામાં

આ સ્પર્ધાઓમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ સ્પર્ધકો/કાલાવૃંદો ભાગ લઈ શકશે. આ સ્પર્ધા માટેના એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર ખાતેથી રૂબરૂ મળશે તથા કચેરીના વોટ્સઅપ નંબર ૯૪૨૬૬૯૩૭૭૦ પરથી મળશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધક/ કલાકારોએ તા.૨૦/૦૮/૨૦૨૫ સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં.એ/૫, બહુમાળી ભવન સુરેન્દ્રનગર ખાતે પહોંચાડવાનું રહેશે. સમય મર્યાદાવાદ આવેલા ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહીં એવું વધુમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ ચોટીલા

Related posts

મુખ્યમંત્રીની પાન પડીકી મામલે ટકોર, ડેપ્યુટી મેયર એ ઓફિસ બહાર લગાવ્યું બેનર.

admin

મહા કુંભ જવા-આવવા માટે વ્યવસ્થા ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવશે

admin

છોટાઉદેપુરના તેજગઢ ગામે બે જૂથ વચ્ચે ઝગડા બાદ આજે એક પક્ષ માથાભારે અને ગામમાં અશાંતિ ફેલાવનારા હોવાના આક્ષેપ સાથે આખેઆખું તેજગઢ ગામ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

admin

Leave a Comment