43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં મોડીરાત્રે અકસ્માતોની શ્રેણી : કિશોર કારચાલક પકડાયો

વડોદરા શહેરના અમિતનગર ચાર રસ્તા નજીક મોડીરાત્રે અકસ્માતોની હારમાળા સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં એક કિશોર કારચાલકને લોકોએ પકડીને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હરણી મોટનાથ રોડ વિસ્તારમાં રહેતો આશરે 16 વર્ષનો કિશોર રાત્રે ઘરેથી કાર લઈને આઇસક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન વી.આઈ.પી. રોડ પરથી અમિતનગર ચાર રસ્તા તરફ જતા પહેલા તેણે રસ્તા પર ચાલતા એક દંપતી અને બાળકને ટક્કર મારી હતી.

અકસ્માત બાદ ગભરાઈ ગયેલા કિશોરે કાર દોડાવી દીધી હતી. અમિતનગર ચાર રસ્તા નજીક તેણે પહેલા એક ટેમ્પાને અથડાવી દીધો હતો અને ત્યારબાદ ટુ-વ્હીલર પર જતા માતા અને પુત્રને પણ ટક્કર મારી હતી. અંતે કાર આગળ જઈને અથડાઈને ઊભી રહી ગઈ હતી.

સ્થાનિક લોકોએ કાર ચલાવતા કિશોરને પકડી લીધો હતો અને કેટલાક લોકોએ તેને માર માર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કિશોરને કસ્ટડીમાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં ઘાયલ થયેલા ચારથી પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

https://youtu.be/qick-aI7nCA

Related posts

દોડતા ટેન્કરમાંથી એકાએક નાઇટ્રોજન ભરેલી ટ્રોલી છૂટી પડી

admin

શ્રી હઠીલા હનુમાન દાદા ના મંદિરે હનુમાન દાદાને ફૂટ નો અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું

admin

હૃદય રોગથી પીડિત નાગરિકોને VMC દ્વારા આર્થિક સહાય પેટે ચેક વિતરણ કરાયા

admin

Leave a Comment