27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હૃદય રોગથી પીડિત નાગરિકોને VMC દ્વારા આર્થિક સહાય પેટે ચેક વિતરણ કરાયા

વડોદરામાં હૃદય રોગથી પીડિત નાગરિકોને મહાનગર પાલિકા દ્વારા આર્થિક સહાય પેટે મેયર પિન્કીબેન સોનીના હસ્તે ચેક વિતરણ કરાયા હતા.

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે હૃદય રોગની શસ્ત્રક્રિયા કરાવનાર નાગરિકોને જરૂરી આર્થિક સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો. મેયર પિન્કીબેન સોનીના હસ્તે આ ચેક નિમિત્તે લાભાર્થીઓને આપ્યા ગયા, જેમાં વિવિધ જાહેર પ્રતિનિધિઓની ભલામણ આધારે સહાય મંજૂર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પૂર્વ મેયર અને ધારાસભ્ય કેવો રોકડીયા દ્વારા ભલામણ કરાયેલા દિપક ગાંધીને રૂ. 25,000 નો ચેક અને પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની ભલામણ આધારે મહેશ સોલંકીને રૂ. 50,000 નો ચેક હૃદય રોગની શસ્ત્રક્રિયા બાદ સારવાર માટે આર્થિક સહાય રૂપે અપાયો હતો.આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી અને વિવિધ મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા. આ સહાયથી રાહત મેળવનાર નાગરિકોએ પાલિકા તથા ભલામણકર્તાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

અમાવસ્યાની તિથી હોવાથી ડભોઇ તાલુકાના કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

admin

3000 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ લાવતી મહાનગરપાલિકા પાસે રોડ બનાવવાનો બજેટ નથી…

admin

વડોદરાના અટલાદરા-પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા-2025ના છેલ્લા દિવસે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી

admin

Leave a Comment