30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

મ્યાંનમારમાં ફસાયેલા ભારતીય યુવકોનો ગંભીર મામલો, વડોદરા જિલ્લાના 10 સહિત 100થી વધુ યુવકો ફસાયા

મ્યાંનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટા રેકેટનો ભંડાફોડ થયો છે, જેમાં વડોદરા જિલ્લાના 10 યુવકો સહિત દેશભરના 100થી વધુ ભારતીય યુવકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. નોકરીની લાલચ આપી યુવકોને મ્યાંનમાર લઈ જવામાં આવ્યા બાદ તેમને બંધક બનાવી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

મ્યાંનમારમાં ફસાયેલા ભારતીય યુવકોએ પોતાનો દુઃખદ હાલ વર્ણવતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વિડીયોમાં યુવકોએ વતન પરત આવવા માટે ભારત સરકાર અને સંબંધિત અધિકારીઓને મદદની ગુહાર લગાવી છે. યુવકો સાથે અમાનવીય વર્તન થતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના શાઢાસાલ ગામના અનેક યુવકો પણ આ રેકેટમાં ફસાયા હોવાનું સામે આવતા ગામમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. શાઢાસાલ ગામના પીડિત યુવકોના પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને મળી મદદ માટે રજૂઆત કરી હતી.

પરિવારજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર મોકલી મ્યાંનમારમાં ફસાયેલા યુવકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ આ મામલે સરકાર તરફથી શું કાર્યવાહી થાય છે તેની તરફ સૌની નજર મંડાઈ છે.

Related posts

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ વિભાગ સુરક્ષાને લઈ ઈસ્કોન મંદિરમાં બોમ્બ-ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ

admin

ડભોઇ તાલુકામાં MGVCL ની લાઈનો પર જંગલી વેલો’નું સામ્રાજ્ય: પાંચ ગામોના ખેડૂતો વીજળી વગર મુશ્કેલીમાં

admin

ગોવામાં રહી રાજ્ય અને વડોદરા શહેરમાં દારૂ મોકલવાનું નેટવર્ક ચલાવતો સુરેશ બિશ્નોઇ ઝડપાયો

admin

Leave a Comment