33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકામાં MGVCL ની લાઈનો પર જંગલી વેલો’નું સામ્રાજ્ય: પાંચ ગામોના ખેડૂતો વીજળી વગર મુશ્કેલીમાં

​ડભોઇ તાલુકાના થરવાસાથી સુલતાનપુરા સુધીની મુખ્ય વીજ લાઇન પર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની ઘોર બેદરકારીને કારણે વીજ થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર પર જંગલી વેલો અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
આને કારણે આ વિસ્તારના પાંચ જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનોને સતત વીજ વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે. સતત ખોરવાતો વીજ પુરવઠો:આ લાઇન થરવાસા, મોટા હબીપુરા, પારીખા, મંડાળા અને સુલતાનપુરા જેવા મુખ્ય ગામોમાંથી પસાર થાય છે. જંગલી વેલો અને વનસ્પતિઓ વીજ થાંભલાઓ, વાયરો અને ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે પોતાના ભરડામાં લઈ લીધા છે.

​ગ્રામજનોની ફરિયાદ: ગામડાઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. વેલોના કારણે જ્યારે બે વીજ વાયરો એકબીજાના સંપર્કમાં આવે છે, ત્યારે તરત જ વીજળી ગુલ થઈ જાય છે.ખેડૂતોની વેદના: ખેતી માટે રાત્રિના સમયે આપવામાં આવતી વીજળી પણ આ જંગલી વેલોના કારણે વારંવાર કપાય છે. સિંચાઈ માટે પાણી લેવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, જેનાથી પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.ચોમાસું ગયા પછી પણ સફાઈ કેમ નહીં સ્થાનિકોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ MGVCL ના અધિકારીઓ અને સ્થાનિક હેલ્પર દ્વારા આ વીજ લાઈનોની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, જેથી શિયાળા અને ઉનાળામાં વીજ વિક્ષેપ ન થાય.જોકે, આ વર્ષે આ લાઈન પર કોઈ પણ પ્રકારની સફાઈ કે માવજત કરવામાં આવી નથી. MGVCL ના કર્મચારીઓની આ બેદરકારી અને નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તાત્કાલિક કાર્યવાહીની માંગ ગ્રામજનો અને ખેડૂતોની એકસૂરે માંગ છે કે MGVCL ના જવાબદાર અધિકારીઓ વહેલી તકે જાગૃત થાય.વહેલી તકે આ તમામ વીજ થાંભલાઓ, વાયરો અને ટ્રાન્સફોર્મર પરથી જંગલી વેલો અને વનસ્પતિઓને દૂર કરીને લાઇનનું સમારકામ કરવામાં આવે, જેથી ખેડૂતો અને ગામલોકોને વારંવાર ખોરવાતા વીજ પુરવઠામુશ્કેલીમાંથી રાહત મળે.

Related posts

ડભોઈ નગરપાલિકાની આગામી મુદત પૂરી થતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની બેઠક રચના અંગેનુ જાહેરનામુ પ્રસિદ્ધ

admin

સાવલી તાલુકાના ટૂંડાવ ગામે ધારાસભ્ય અંકિત પટેલની સ્પોન્સરશીપમાં GPL-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

admin

પક્ષી સરોવર તરીકે પ્રસિદ્ધ એવું ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ ખાતે હવે વિદેશી પક્ષીઓ આવવાની તૈયારી શરૂ

admin

Leave a Comment