30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પક્ષી સરોવર તરીકે પ્રસિદ્ધ એવું ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ ખાતે હવે વિદેશી પક્ષીઓ આવવાની તૈયારી શરૂ

વનવિભાગ દ્વારા વઢવાણા સિંચાઈ વિભાગને પાણી મેન્ટેઈન રાખવાની સુચના આપી દેવાઈ છે. જેથી તળાવમાં ટાપુઓ બહાર ઉભરી આવે તો, પક્ષીઓ ટાપુ પર બેસી શાંતિથી વિસામો અને વિહાર કરી શકે.
ગાયકવાડી રાજમાં ડભોઈ તાલુકાના 22 ગામોની 8000 એકર ઉપરાંતની ખેત જમીનને સિંચાઈ માટે પાણી મળે તે હેતુથી વઢવાણા સિંચાઈ તળાવનું નિર્માણ કરાયું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવ પક્ષીધામમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. ડિસેમ્બર માસની શરૂઆત થાય ત્યારથી જ તે વિદેશના પક્ષીઓ હજારો કિ. મીનું અંતર કાપી વિહાર કરી આ તળાવ ખાતે ફેબ્રુઆરીના અંત સુધી વિસામો કરે છે. ત્રણ ચાર મહિના દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન ક્રિયાથી માંડી બચ્ચાનો જન્મ થયેથી પોતાના કુટુંબ કબીલા સાથે પરત માદરે વતન ફરતા જોવા મળે છે. ત્યારે ચાલુ સાલે ડિસેમ્બરડિસેમ્બરના પહેલા સપ્તાહથી વિદેશી પક્ષીઓ આગમન કરે છે. પરંતુ હજુ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી છીછરા થયા નથી.
માસને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે. તેમ છતાં વધવાના સિંચાઈ તળાવ હાલ પણ પાણીથી છલોછલ ભરેલું જોવા મળી રહ્યું છે. પક્ષીઓને વિસામો કરવા માટે છીછરા પાણીની જરૂરિયાત હોય છે. તળાવની મધ્યથી માળી દરેક જગ્યાએ ટાપુ નીકળેલા હોવા જરૂરી હોય છે. જેથી આ ટાપુઓ પર દેશ વિદેશના પક્ષીઓ પોતાનો ઉત્તરાણ કરી પ્રજનન ક્રિયા કરી ઈંડા મૂકી બચ્ચાને જન્મ આપી ત્રણ માસ સુધી ઉછેરી શકે. પરંતુ હાલ એક બાજુ હાલ ખેતીની નવી સિઝનન શરૂઆત થઈ છે. ખેડૂતોને પણ પાણીની તાતી જરૂરિયાત છે પરિણામે તળાવમાં પક્ષીઓ વિસામો કરે એ પ્રકારનું પાણી

મેન્ટેઇન હજુ સુધી થયું નથી. ત્યારે પક્ષી સરોવર તરીકે વિકસિત કરવાનું બીડું વનવિભાગ ખાતા પાસે જ હોવાથી વનવિભાગ દ્વારા તાજેતરમાં જ વઢવાણા સિંચાઈ તળાવ વિભાગને પક્ષીઓ વિસામો કરી શકે એટલા જ પ્રમાણમાં પાણી મેન્ટેઈન રાખવાનો લેખિત આદેશ આપ્યો છે. જોકે હાલ ડિસેમ્બરના અંતમાં સ્થાનિક પક્ષીઓ તો આવવાના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. પરંતુ વિદેશી પક્ષીઓ હવે ગણતરીના દિવસોમાં આવવાની શરૂઆત થઈ જશે. જેથી તળાવમાં ટાપુઓ અને છીછરા પાણીની તાતી જરૂરી વ્યવસ્થા સત્વરે કરવા વનવિભાગ દ્વારા પણ હિલચાલ શરૂ કરાઈ છે.પક્ષીધામ વઢવાણા ખાતે વિદેશી પક્ષીઓની આગમનની તૈયારી
વનવિભાગ દ્વારા વઢવાણા તળાવને મેન્ટેઈન રાખવા સૂચના અપાઈતળાવના ટાપુઓ બહાર આવે તો, પક્ષીઓ વિસામો અને વિહાર કરી શકે

Related posts

વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાત્રિ બજારમાં સન્નાટો વેપારીઓને નુકસાનની ભીતિ

admin

“આધુનિક સંશોધનમાં ભારતીયતા : પદ્ધતિશાસ્ત્ર અને ભવિષ્યનાં માર્ગદર્શન” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન

admin

ગ્રામ્ય વિસ્તારમાં પોલીસિંગ વધુ અસરકારક અને સુદ્રઢ બને તેમાટે સંવાદ કાર્યક્રમનું આયોજન

admin

Leave a Comment