36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાત્રિ બજારમાં સન્નાટો વેપારીઓને નુકસાનની ભીતિ

વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાત્રિ બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. Vadodara માં કમોસમી વરસાદી ઝાપટા અને ભારે પવનના કારણે રાત્રિ બજાર ખાલી ખમ જોવા મળ્યું.

વરસાદ અને પવનના ઝાપટા વચ્ચે ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, જેના કારણે વેપારીઓના ધંધા પર સીધી અસર પડી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા સ્ટોલ ધારકોને પોતાની ખુરશી-ટેબલ સમેટવાની ફરજ પડી હતી.

ખાણી-પીણીના સ્ટોલ ધરાવતા વેપારીઓએ જણાવ્યું હતું કે અચાનક આવેલા વરસાદને કારણે વેચાણમાં ઘટાડો થયો છે અને આર્થિક નુકસાનની ભીતિ ઊભી થઈ છે.

આકસ્મિક વાતાવરણ પરિવર્તનના કારણે શહેરના રાત્રિ જીવન પર પણ અસર જોવા મળી રહી છે, જ્યારે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે વેપારીઓમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

Related posts

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી

admin

શ્રી રંગ રાજેશ આયરે દ્વારા સમતા વિસ્તારમાં નિ:શુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ

admin

નવી સાઇટનાં ખોદકામ વેળા એ દિવાલ ધરાશાયી થવાનો મામલો

admin

Leave a Comment