43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભાના બોડેલી તાલુકાના ઝડુલીથી ખેરકુવા ગામે રીસર્ફેસિંગ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે.

138 જેતપુર પાવી વિધાનસભામાં બોડેલી તાલુકાના ઝડુલી ખેરકૂવા ગામે રીસર્ફેસિંગ રોડનું 35.00 લાખના ખર્ચે બનનાર છે. જેનું ખાતમુહૂર્ત 138 વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકોની રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર માંથી મંજૂરી મેળવી રીસરફેસિંગ રોડ 35.00 લાખ ખર્ચે રોડ બનાવવામાં આવશે. અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયત સદસ્ય ડો મહકભાઈ,APMC ડિરેક્ટર ચિરાગ પટેલ, વિસ્તારના આગેવાનો,ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટ ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને જન જાગરુતિ અભિયાન રૂપે ટીબી રોગ તેમજ હિપેટાઈટીસ વાયરસ વિષેની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરી રહી છે ત્યાં બીજી તરફ આદિવાસી વિસ્તારમાં એક એવી સ્કૂલ છે જ્યાં એક શિક્ષક, શાળા જર્જરિત, પીવાના પાણીની કોઈ સુવિધા નથી

admin

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની નામાંકિત સનરાઈઝ શાળામાં શિક્ષક દિનની ધામધૂમ પૂર્વક ઉજવણી

admin

Leave a Comment