ડભોઈ નગરપાલિકાની આગામી મુદત પૂરી થતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની બેઠક રચના અંગેનુ જાહેરનામુ પ્રસિદ્ધ થતાં જેને સમજવા સંભવિત મુરતિયા ઓ ચોપાટ જમાવી સમજી રહ્યા છે
ડભોઈ શહેર ની ૨૦૧૧ ની વસ્તી ના આધારે જાહેર થયેલ બેઠકો માં સરકાર ધ્વારા સ્ત્રી ભાગીદારી આંખે ઉડી ને જોવા મળે છે ડભોઈ શહેર ની ૨૦૧૧ ની વસ્તી ૫૧૨૪૦ ની છે જેમાં વોર્ડ દીઠ ૫૬૯૩ ની વસ્તી ફાળવવા માં આવી છે ડભોઇ નગરપાલિકા મા ૩૬ સભ્ય સંખ્યામાં ૧૮ સ્ત્રી ઓ ની બેઠક છે અને ૧૮ પુરુષ બેઠકો છે જેમા અનુસુચિત જન જાતિ માટે બે બેઠક
ડભોઇ નગરપાલિકા ની નવી જાહેર થયેલ બેઠક વ્યવસ્થા ને લઈ રાજકીય મુરતિયા ઓ મા નારાજગી જોવા મળી છે વોર્ડ નં ૯ એક જ બેઠક સામાન્ય આપવામાં આવી છે જયારે વોર્ડ નં ૪ મા પણ આદિજાતિ ની બેઠક જાહેર કરવામાં આવી છે.
જયારે વોર્ડ નં ૬ અનુસુચિત આદી જાતી મહીલા બેઠક આપવામાં આવી છે નગરપાલિકા ની વોર્ડ રચના સામાન્ય બેઠકો ૩૬ માથી ૯ જ આપવામાં આવી છે કહે છે આ વોર્ડ રચના ભાજપ માટે કુઠારાઘાત સાબિત થાય તો નવાઈ નહીંઅનામત આપવામાં આવી છે જયારે જેમાં એક સ્ત્રી અનામત, અનુસુચિત આદી જાતી માટે ૫ બેઠકો જેમાં ૨ બેઠક અનુસુચિત આદીજાતિ સ્ત્રી માટે અનામત જયારે પછાત વર્ગ માટે ૧૦ બેઠકો માં ૫ સ્ત્રી ઓ માટે ૯ બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે આ નવા સંભવિત બોર્ડમા મહીલાઓ ઓ નો દબદબો જોવા મળશે. ડભોઈ નગરપાલિકા ના આવનાર બોર્ડ માં ૧૮ મહિલા ઓ અને એમના ૧૮ પતિ ઓ સુપરસભ્ય હશે અને ૧૮ નગરસેવકો એમ નગરપાલિકા ના બોર્ડ માં ૩૬ સભ્ય હશે પણ નગરપાલિકા પટાંગણમાં ૫૪ સભ્યો ની ગણતરી હશે એવી ચર્ચા ઓ નગરમાં ચર્ચા ના એરણે બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે…

