40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં મહાનગર પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી

વડોદરા મહાનગર પાલિકાની હાઉસિંગ યોજનામાં બેદરકારીનો big shock : ડ્રોના મેસેજમાં ગોટાળો, 500થી વધુ લોકો ઉમટ્યા

વડોદરા શહેરમાં મહાનગર પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. ઈડબલ્યુએસ આવાસ યોજનાના મકાનના ડ્રો અંગે તંત્ર દ્વારા બે વિરોધાભાસી મેસેજ મોકલાતા લાભાર્થીઓમાં ભારે ગોટાળાની સ્થિતિ સર્જાઈ.

સવારે મોકલાયેલા મેસેજમાં 10 તારીખે ડ્રો હોવાનું જણાવાયું હતું, જ્યારે બપોર પછી મોકલાયેલા બીજા મેસેજમાં 11 તારીખે ડ્રો રાખ્યો હોવાની માહિતી આપવામાં આવી. તંત્ર તરફથી 10 તારીખનો ડ્રો રદ થયાની કોઈ સ્પષ્ટ જાણકારી ન મળતા લાભાર્થીઓ ભ્રમમાં મુકાયા.

તેના પગલે સયાજીનગર ગૃહ ખાતે 500થી વધુ લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. અચાનક ભીડ વધી જતાં સ્થળ પર અવ્યવસ્થા સર્જાઈ હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

લાભાર્થીઓએ આક્ષેપ કર્યો કે ચૂંટણીઓ નજીક હોવાથી તંત્ર બેદરકારીભર્યું વર્તન કરી રહ્યું છે અને પ્રક્રિયામાં પારદર્શિતા નો અભાવ છે.

કુલ મળીને, મહાનગર પાલિકાની બેદરકારીના કારણે લાભાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

Related posts

મોતનો હાઇવે…અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા

admin

લાયસન્સ વગર ચાલતી ખાનગી સીકયુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.ની ટીમ

admin

ડભોઇ તાલુકાના સીમળીયા ગામ પાસે દૂધ ભરેલો દૂધ ડેરીના ટેમ્પાનો અકસ્માત

admin

Leave a Comment