Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈમાં તસ્કરોનો આતંક, એક જ રાત્રિમાં 5 મકાન અને એક દુકાનમાં ચોરી

ડભોઈ નગરમાં તસ્કરોના આતંકથી ભયનો માહોલ સર્જાયો છે. ગત મોડી રાત્રે તસ્કરોએ શહેરના અલગ-અલગ વિસ્તારોને નિશાન બનાવી એક જ રાત્રિમાં પાંચ રહેણાંક મકાનો અને એક દુકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, ચોરીની ઘટનામાં રોકડ રકમ તથા દાગીના સહિત લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ હોવાનું અનુમાન છે. જોકે, ચોક્કસ રકમ અને ચોરાયેલ સામાન અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.

તસ્કરોએ ઝરોલા વાગા, ડબગર વાગા તથા ગાયત્રી સોસાયટી વિસ્તારોમાં ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગાયત્રી સોસાયટીમાં બે મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત, એક રહેણાંક મકાન પાસે પાર્ક કરેલી એક એક્ટિવાની પણ ચોરી થઈ હોવાનું નોંધાયું છે.

ચોરીની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે ડભોઈ પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને એફએસએલ સહિતની ટીમોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.

એક જ રાત્રિમાં અનેક સ્થળોએ ચોરી થતાં નગરજનોમાં ભય વ્યાપી ગયો છે. સ્થાનિક લોકો દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે.

Related posts

સક્રિય રાજકારણનો મુખ્ય દ્વાર ગણાતી એવી વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાકીના અઢી વર્ષ માટે અધ્યક્ષ ઉપધ્યક્ષની વરણી કરવામાં આવી

admin

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ના નવા માંડવા વ્રજભૂમિ આશ્રમ પાસે ગત વર્ષે જ નિર્માણ પામેલુ નાળુ એક તરફથી ધરાશાયી થઈ જતા કામની હલકી ગુણવત્તા ઉપર સવાલો સવાલો ઉઠ્યા

admin

એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

admin

Leave a Comment