નવરાત્રી પહેલા તમામ કેસડોલ નહીં પહોંચે તો વડોદરાની જનતા તમને ગરબા રમાડવાની છે’
ભાજપના ઉચ્ચ હોદ્દેદારો ગાડા નીચે કૂતરું ચાલે અને આખું ગાડું હું ખેંચું જેવી માનસિકતા ધરાવે છેઃ મહેન્દ્રસિંહ રાઠોડ
વડોદરા શહેરના સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેઓએ નવરાત્રી પહેલા કેસડોલ લોકો સુધી પહોંચાડવા બાબતે ભાજપમાં બેઠેલા તમામ સત્તાધીશોને ચીમકી ઉચારી છે અને કહ્યું છે કે, હું તમામને વોર્નિંગ આપું છું. એ સમય મર્યાદા સાથે બે ઓક્ટોબર પહેલા તમામનો સર્વે થઈને કેસડોલ પહોંચી જવી જોઈએ. અને જો નહીં પહોંચે તો આ નવરાત્રીમાં વડોદરાની જનતા તમને ગરબા રમાડવાની છે.
‘ગાડા નીચે કૂતરું ચાલે તેવી ભાજપના ઉચ્ચ હોદ્દેદારોની માનસિકતા’
સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, શાસક પક્ષ સર્જિત અને માનવસર્જિત આ પૂરનો ભોગ વડોદરા શહેરની 70થી 75 ટકા જનતા બની છે. એના વતી વડોદરાના અવાજ તરીકે હું ભાજપમાં બેઠેલા તમામ સત્તાધીશોને વડોદરા વતી જણાવવા માંગુ છું કે, પિતૃ શ્રાદ્ધ એટલે કે, અમાવસ પહેલા તમામ પીડિતોનો સર્વે થઈને કેસડોલ આપવામાં નહીં આવે તો તમામ ભાજપના ઉચ્ચ હોદ્દેદારો જે ગાડા નીચે કૂતરું ચાલે અને આખું ગાડું હું ખેંચું જેવી માનસિકતા ધરાવે છે.
‘નવરાત્રીમાં વડોદરાની જનતા તમને ગરબા રમાડવાની છે’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મોદીજીના નામ પર જે લોકોએ પોતાના પથ્થરો તરાવ્યા છે, હેતુ ફેર કરાવ્યા છે. પોતાના કલેક્ટરો લાવ્યા છે એ તમામને હું વોર્નિંગ આપું છું. એ સમય મર્યાદા સાથે બે ઓક્ટોબર પહેલા તમામનો સર્વે થઈને કેસડોલ પહોંચી જવી જોઈએ. અને જો નહીં પહોંચે તો આ નવરાત્રીમાં વડોદરાની જનતા તમને ગરબા રમાડવાની છે. નવરાત્રી માટે તૈયાર રહેજો અને નવરાત્રી એન્જોય કરજો. એવી વાત વડોદરા વતી મહેન્દ્રસિંહ રાઠોડ સામાજિક કાર્યકર તરીકે કહું છું, કારણ કે, મારે ઇલેક્શન લડવાનું નથી.
ગાડા નીચે ચાલનારા સમજી લેજો કે…. તેઓએ ઉમેર્યું હતુ કે, વડોદરાનો અવાજ મારે કહેવાનો છે. માટે આ વડોદરાની વોર્નિંગ સમજજો. ગાડા નીચે ચાલનારા સમજી લેજો કે, ગાડું તમે ચલાવતા નથી. બે ઓક્ટોબર પહેલા કેશડોલ પહોંચી જવી જોઈએ નહીં તો ગરબા રમવા તૈયાર રહેજો.

