Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એસ.ઓ.જી. ટીમે 2.26 લાખનું હેરોઇન જપ્ત કર્યું

વડોદરામાં એસ.ઓ.જી.ની મોટી કાર્યવાહી: 2.26 લાખનું હેરોઇન જપ્ત, એક ઈસમ રંગેહાથ ઝડપાયો

વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા ભારત પેટ્રોલપંપની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી મોટી સફળતા મેળવી છે.

રેડ દરમિયાન હરજીન્દરસિંહ ઉપર્ફે બોબી સરદાર નામનો ઈસમ 11 ગ્રામ 320 મિ.ગ્રા. હેરોઇન સાથે રંગેહાથ ઝડપાયો, જેની બજાર કિંમત રૂ. 2,26,400 જેટલી થાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી દરરોજ ડ્રાઇવરોને હેરોઇનની પડીકીઓ વેચતો હતો.
પોલીસે તેના પાસેથી એક મોબાઇલ ફોન અને રૂ. 3,300 રોકડ મીલાવી કુલ રૂ. 2,34,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ બનાવે છાણી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. હેઠળ ગુનો નોંધાયો છે.

Related posts

વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં આવેલ સીતારામનગરમાં યુવાન ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

admin

પાલિકા અને પોલીસ દ્વારા લારી ગલ્લા ઉઠાવી જવાની કામગીરી સામે વિરોધ નોંધાવીને પાલિકાના મેયરને આવેદનપત્ર

admin

વડોદરાના તરસાલી બાયપાસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ટ્રક ભટકાતા અકસ્માત

admin

Leave a Comment