વડોદરામાં કોરોનાના કેસોં સતત વધારો જોવા મળી રહ્યો છે,વડોદરામાં કુલ 6 કેસો નોંધાયા છે,જોકે હાલ સયાજી હોસ્પિટલ ખાતે એકપણ દર્દી દાખલ નથી,તમામ હોમ ક્વોરન્ટીન છે.જોકે વધતા જતા કેસો વચ્ચે યાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે,એસએસજીમાં ઓક્સિજન પ્લાન્ટ સાથે આઇસોલેશન વોર્ડમાં હાલ 22 બેડ રાખવામાં આવ્યા છે.સયાજી હોસ્પિટલ RMOએ જણાવ્યું છે કે,હોસ્પિટલનું તંત્ર સ્થિતિની પોહોચી વળવા એલર્ટ છે,માઇલ્ડ સિમસ્ટમ સાથેના કેસો આવ્યા છે એટલે ડરવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે,કોરોનાના નવા વોરિયન્ટમાં ખાસી,શરદી,તાવ,વોમિટ કે ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા છે એટલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાથી કોરોનાને ભગાડી શકાશે.

