36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એ.બી.બી. કંપનીના સ્ટોર રૃમમાં મૂકેલા ૩૨ લાખના કેબલ ચોરી થયા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો

એ.બી.બી. કંપનીના સ્ટોર રૃમમાં મૂકેલા ૩૨ લાખના કેબલ ચોરી થયા હતા. કંપનીના સીસીટીવી કેમેરા અને પંચીગ મશીનની હાજરી ચેક કરતા એક કારમાં આવેલા આરોપીઓ જીપમાં કેબલ ચોરીને લઇ જતા હોવાનું જણાઇ આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
લેબર કોન્ટ્રાક્ટર ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડે (રહે.શિવશક્તિ બંગ્લોઝ, પાદરા) મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મકરપુરા જી.આઇ.ડી.સી.માં માણેજા ક્રોસિંગ પાસે આવેલી એ.બી.બી. કંપનીમાં સ્ટોર હેડલિંગ માટે લેબર સપ્લાયર્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કંપની દ્વારા અમને જાણવા મળ્યું હતું કે, જાન્યુવારી માં એ.બી.બી. કંપનીના સબ કોન્ટ્રાક્ટર સન ઇલેક્ટ્રો સ્ટેરીક બેંગલોર દ્વારા ૪૫ મીટર કેબલનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીના સ્ટોર ઇન્ચાર્જ અનિલ ચૌધરી કેબલ લેવા માટે સ્ટોરમાં ગયા ત્યારે તેઓને સ્ટોક ઓછો હોવાની શંકા થઇ હતી. સ્ટોકની ચકાસણી કરતા ૩૨.૬૯ લાખના ત્રણ કેબલની ચોરી થઇ હતી. આ સામાનની જાળવણી રાખવાની જવાબદારી અમારી પ્રથમ પેકર્સ નામની કંપનીની છે. એ.બી.બી. કંપનીમાં સ્ટોર ખુલવાનો સમય સવારે ૯ થી રાતના ૧૨ વાગ્યા સુધીનો છે. મારી કંપનીના લેબર કોન્ટ્રાક્ટરો એ.બી.બી. કંપનીના કર્મચારીઓ અંકુર પટેલ તથા અનિલ ચૌધરીની હેઠળ કામ કરે છે. જે સ્ટોરના રૃમના ઇન્ચાર્જ સાજીદ મેમણ છે.
એ.બી.બી. કંપનીના સીસીટીવી કેમેરા જોતા તેમજ પંચીંગ મશીન ચેક કરતા એવી હકીકત જણાઇ હતી કે, ગત ૪ થી જાન્યુઆરીએ સવારે ૫ઃ૫૩ થી ૭ઃ૩૦ દરમિયાન કંપનીની કોઇપણ પરવાનગી લીધા વિના એ.બી.બી. કંપનીના વેન્ડર યાદવ રોડ કેરિયરના કામ કરતા માણસોએ કારમાં આવીને સ્ટોરરૃમની પાછળના પતરા હટાવીને અંદર જઇને કેબલ લઇ આવી પાછળના ભાગે ઉભેલી જીપમાં મૂકીને લઇ ગયા હતા. અને ચોરી મામલે 6 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઇ

Related posts

જાંબુઘોડા પંથક માં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતી પુત્રો ડાંગર રોપની માં જોતરાયા

admin

વડોદરા શહેર ડી ડિવિઝન પોલીસની સહાનીય કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરી મૂડ માલિકોને ચોરી થયેલી વસ્તુઓ પરત આપી

admin

ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલ સરપંચએ ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવીના આક્ષેપ

admin

Leave a Comment