ભગુપુરથી લગ્ન પ્રસંગે લીબંડી જઈ રહેલાં મકવાણા પરિવાર સોમનાથ હોટલ પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો.
જેમા હમીરભાઇ ભગવાનભાઈ મકવાણાનું અમદાવાદ સારવાર દરમ્યાન મોત થયું છે.
નોંધનીય છે કે સોમનાથ હોટલ નજીક કાર ચાલકે એકાએક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા swift ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં હમીરભાઈ મકવાણાનું અમદાવાદ સારવાર દરમ્યાન મોત થયું છે.
અકસ્માતમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતાં 108 મારફતે લીબંડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
ત્યારબાદ ગંભીર હાલતમાં હમીરભાઇ મકવાણાને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું મોત થયું હતું.
સારવાર દરમ્યાન હમીરભાઇનું મોત થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.અને પરિવાર શોકાતુર બની ગયો હતો.
રિપોર્ટર ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

