Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સદસ્યો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મંત્રી બચુભાઈ ખાબડે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિકાસલક્ષી કામોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખો અને જિલ્લા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અંદર વિકાસ લક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. અને મંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડેલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાને મામલે આજે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓએ શાળા કેમ્પસની મુલાકાત કરી હતી.

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના છેવાડાના ગામે આવેલ વીરપુર ગામે આઝાદીની આટલા વર્ષો પછી રસ્તાઓથી વંચિત

admin

છોટાઉદેપુર ડોન બોસ્કો શાળા ખોસ વસેડી ખાતે શાળા ઇલેક્શન બાદ સદસ્યોના શપથ ગ્રહણ સમારોહ યોજાયો

admin

Leave a Comment