માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી નહી હોવાથી ધરમપુરી ગામે વારાહી કલીનિક ચલાવતા ઝોલાછાપ ડોક્ટર સામે સખત કાર્યવાહી:
ડભોઇના સિતપુરમાં દહીં મહેનત મજૂરી કરતા આદિવાસી પરિવારના નાના બાળકોને ખાંસી તાવ આવતા કફ સિરપ આપવાના મામલે ડોક્ટર અશ્વિન ગોરીશંકર પનોટની ધરપકડ ડભોઈ તાલુકાના સિતપુર ગામે રહેતા આદિવાસી પરિવારના ધરમપુરી ગામે વારાહી કલીનિક ચલાવતા ડોક્ટર અશ્વિનભાઈ ગૌરીશંકર પનોટ કફ સિરપ પીવડાવવાથી બે બાળકોની તબિયત લથડી! આ ગંભીર ઘટનામાં કાર્યવાહી થતાં, આખરે આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ‘ગુજરાત મેડિકલ એક્ટ’ હેઠળ ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાની વિગતો:ડભોઈ તાલુકાના સિતપુર વિસ્તારમાં આદિવાસી સરીગા પુનીયા ઉંમર વર્ષ૬ અને રાજવીર પુનિયા ઉ.વષૅ ૩ રહેતા બે બાળકોને શરદી અને ખાંસીની ફરિયાદ હતી.તેઓને ડો. અશ્વિન પનોટ દ્વારા કફ સિરપ આપવામાં આવી હતી.
જોકે, સિરપ પીધા બાદ બાળકોની તબિયત ગંભીર રીતે લથડી હતી, જેના કારણે તાત્કાલિક સારવારની જરૂર પડી હતી અને પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થતા
આરોગ્ય વિભાગની તપાસમાં થયો મોટો ખુલાસો:બાળકોની તબિયત બગડવાની ઘટનાના પગલે, ગઈકાલથી આરોગ્ય વિભાગ સહિતના જુદા જુદા વિભાગો દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા:ડોક્ટર પાસે દવા આપવાની કોઈ માન્ય ડિગ્રી નહોતી.દવાઓનો સ્ટોક રાખવા અને વેચવા માટેનું કોઈ લાયસન્સ પણ નહોતું.
પોલીસે કરી ધરપકડ:આરોગ્ય વિભાગની તપાસના આધારે, તંત્ર દ્વારા આ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરનાર ડોક્ટર સામે તાલુકા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલ કમલ દેવ કુમાર સિંહે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી.પોલીસે તુરંત કાર્યવાહી કરીને, ગુજરાત મેડિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ઝોલાછાપ ડોક્ટર અશ્વિન પનોટની ધરપકડ કરી છે.ગંભીર ગુનો: આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે ડિગ્રી અને લાયસન્સ વિના દવા આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા એ ગંભીર ગુનો છે, અને આવા કૃત્ય કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે…

