37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની શાળાઓના વિદ્યાર્થીઓનો ધોરણ 10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાના પરીણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત કુલ 10 માધ્યમિક શાળાઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત છે. ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી – માર્ચ – 2025 માં યોજાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા હસ્તકની વર્ષ – 2023 – 24 માં સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવેલ કુલ 4 માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ હાલમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે આપેલ છે. જેમાં નવીન ચાર માધ્યમિક શાળાઓ (૧) સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા, સવાદ કોલોની (૨) કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા, ગાજરાવાડી (૩) ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા, અટલાદરા (૪) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા, ગોત્રી ખાતે આવેલ છે. આ તમામ નવીન માધ્યમિક શાળાઓના કુલ – ૧૫૧ વિધાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. જે પૈકી કુલ – ૯૩ વિધાર્થીઓ ઉત્તિર્ણ થયેલ છે. આમ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની કુલ 4 માધ્યમિક શાળાઓનું પરિણામ ૬૧.૫૮% આવેલ છે. તે પૈકી કુલ 18 વિદ્યાર્થીઓએ 70 % થી પણ વધુ પરિણામ મેળવેલ છે. જેમાં પ્રથમ ક્રમાંકે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા, અટલાદરાની વિદ્યાર્થીની વણઝારા મિત્તલ દિલીપભાઈ 93.50 %, દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ વાસુ કરસનભાઈ 92.10 % અને તૃતીય ક્રમાકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા, ગોત્રીની વિદ્યાર્થીની ડાભી ખુશી ભાણજીભાઈએ ૮૫ % મેળવેલ છે. જે સમગ્ર વડોદરા શહેરમાં શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની વાત છે.

વિવિધ શાળાઓના તેજસ્વી તારલાઓનો આજરોજ સમિતિની મુખ્ય કચેરી ખાતે સત્કાર – શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં વડોદરા શહેરના સાંસદશ્રી ડૉ. હેમાંગભાઈ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષાશ્રી અંજનાબેન ઠક્કર, શાસનાધિકારીશ્રી વિપુલભાઈ ભરતીયા, સમિતિના તમામ સભ્યશ્રીઓ તથા માધ્યમિક શાળાઓના તેજસ્વી તારલાઓ અને તેમના માતા-પિતા, શાળાઓના મુખ્યશિક્ષક તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.

Related posts

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

admin

ડભોઇ ડેપોના કથળેલા વહીવટ ના પરિણામે મુસાફરો અને વિદ્યાર્થીઓએ ડેપોમાં ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ

admin

ધોરણ 10 અને 12માં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન

admin

Leave a Comment