છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી શાળાના જૂના બિલ્ડિંગના રૂમમાં ગરીબ કલ્યાણ મેળાના કીટ જેમાં દૂધ ના કેન તેમજ સિલાઈ મશીન,મેકીનિક ના તુલ્સ કિટ વગેરે ના સામાન તેમજ 2022ની સાયકલો વગેરે રૂમમાં ધૂળ ખાતું હતું. જેને કોંગ્રેસના કાર્યકરો અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા આ રૂમ માં પહોચી અને ભાજપ સરકાર ના અંધેર વહીવટ નો નમૂનો બહાર પાડ્યો હતો.
ગરીબ આદિવાસી સમાજના લોકોને ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી કીટનો જથ્થો પડી રહ્યો હોવાનો આક્ષેપ સાથે સુખરામ રાઠવા એ જણાવ્યું કે ગરીબોને લાભ આપવાની વાતો સરકાર કરે છે પરંતુ આ જથ્થો કોણ ઇસારે ગરીબ કલ્યાણ મેળા ની કિતો અહીંયા મૂકવામાં આવી છે. તેની તપાસ થવી જોઈએ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના ગરીબ લોકોને સહાયની કીતો અહીંયા મૂકનાર અધિકારીઓની તપાસ થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા.

