43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આજવા સરોવર અને પ્રતાપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત

આજવા સરોવર અને પ્રતાપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું પુન: નિર્માણ ન થાય અને સરોવરોની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે કામગીરી માટે સ્વેચ્છિક સંસ્થાઓ સ્વખર્ચે ઊંડું કરવાની કામગીરી પોતાની મશીનરી સાથે હાથ ધરશે આજે વડોદરાના મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ દંડક શૈલેષ પાટીલ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ ખાતમુહૂર્ત પુજા માં જોડાયાં હતાં. આજવા સરોવરની ઊંડું કરવાની કામગીરીમાં રસ ધરાવનાર ક્લિયર લાઈન એજન્સી, જગદંબા એન્ટરપ્રાઇઝ રાધે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એસ.એમ.પટેલ ની પોકલેન,JCB અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડો કરાવવા માટે કામે લાગી છે તેજ પ્રકારે પ્રતાપપુરા સરોવરની ઊંડું કરવા માટે જગદંબા એન્ટરપ્રાઇઝ ક્લિયર લાઈન એજન્સી આશાપુરા ટ્રેડર્સ શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ અને બી જી બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની પોકલેન,JCB અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડો કરાવવા માટે કામે લાગી છે.

Related posts

વડોદરા શહેરની દીકરી નિશાકુમારીએ ગત વર્ષે મે મહિનામાં વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટ શિખરને સર કર્યા બાદ હવે ભારત થી લંડન સુધીનો સાયકલ પ્રવાસ કરશે.

admin

શનિદેવ ફાઉન્ડેશન1 હજાર દીકરીને ફિલ્મ બતાવશે

admin

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો

admin

Leave a Comment