30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

સનરાઈઝ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ છોટાઉદેપુર ખાતે પ્રથમવાર જિલ્લા કક્ષાની ટ્રાયબલ કરાટે સ્પર્ધા યોજાઈ.

સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફતેપુરા છોટાઉદેપુર ખાતે જિલ્લામાં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ જીટીએસ સ્પોર્ટસ એન્ડ સેલ્ફ અકાદમીના સહયોગથી પ્રથમ વખત જિલ્લા કક્ષાની વાડો ટ્રાયબલ કરાટે સ્પર્ધા છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના ડિ.વાય.એસ.પી ધર્મેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સનરાઈઝ સ્કુલ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું. આ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળામાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આપવામાં આવતી સેલ્ફ ડિફેન્સ તાલીમ લઈ રહેલા 215 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે છોટાઉદેપુર એ.પી.એમ.સી.ના ચેરમેન મુકેશભાઈ પટેલ, સ્કૂલના ટ્રસ્ટી ડિમ્પલ સોની, આચાર્ય હેતલ ઉપાધ્યાય, જીટીએસ સ્પોર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકાદમીના જાબીર મલેક ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન વિકાસ સોઢી, ટેકનિકલ ડાયરેક્ટર ચંદ્રેશિંગ તેમજ વિવિધ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને સનરાઈઝ સ્કુલ પરિવાર ઉપસ્થિત રહ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરના મંદિરે કેવડા ત્રીજ ધામ ધૂમ થી ઉજવણી

admin

છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદીના પટ્ટમાં કાકડીના વાવેતરમાં મબલખ પ્રમાણથી ખેડૂતોને નુકશાન

admin

Leave a Comment