30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મો-ત

વડોદરાના ગોરવા વિસ્તારમાં 5 વર્ષની બાળકીના શંકાસ્પદ મોતનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ બાળકીના માતા–પિતાનું પહેલાથી અવસાન થઈ ગયું હોવાથી તે દાદા–દાદી સાથે રહેતી હતી.

બાળકી ને શરદી થતા તેના કાકાએ કફ સિરપ આપ્યું હોવાનું બહાર આવ્યું છે. પરંતુ દવા આપ્યા બાદ બાળકીની તબિયત અચાનક બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

મૃત્યુ શંકાસ્પદ જણાતા બાળકીની માસીએ દવા અંગે શંકા વ્યક્ત કરી હતી. મામલો ગોરવા પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચાર સિરપની બોટલો FSL તપાસ માટે મોકલવામાં આવી છે.

પેનલ પોસ્ટમોર્ટમ બાદ હવે મોતનું સાચું કારણ જાણવા માટે વિસેરા રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

Related posts

સાયન્સ ફેકલ્ટીના ત્રણ શિક્ષકો દ્વારા અભદ્ર વ્યવહાર કરતા NSUI દ્વારા કાળી પટ્ટી બાંધી આવેદન અપાયું…

admin

વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ…

admin

ભારતના બંધારણનાં ધડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં અપમાન કરનાર અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધાવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપ્યું

admin

Leave a Comment