Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

VMCના સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા યુવકનું વારસિયા રિંગ રોડ ઉપર શંકાસ્પદ મોત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા યુવકનું વારસિયા રિંગ રોડ ઉપર શંકાસ્પદ મોત થતા પરિવારજનોએ એસએસજી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે વિરોધ દર્શાવી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

વડોદરા શહેરના પારસીયા રીંગરોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પાસે સ્ટ્રીટ લાઇટનું કામ કરતા કોન્ટ્રાક્ટના કર્મચારીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં યુવક સચિન પઢીયારને વીજ કરંટ લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. સચિન કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળ સ્ટ્રીટ લાઈટ રીપેરીંગનું કામ કરતો હતો. સાથી કર્મચારી તેને લઈને એસએસજી હોસ્પિટલમાં લાવ્યો હતો. દરમિયાન ફરજ પરના તબીબ દ્વારા સચિનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર બનાવને લઈને પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો. આખરે સચિન કેવી રીતે એકલો ગયો તેને વર્દીનો ટેમ્પો ચલાવતા આવડતો નથી તો પછી વારસિયા રોડ ઉપર એ કેવી રીતે ગયો તેવા આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઋત્વિજ જોષી ઉપર ફરી કળશ ઢોળાયો

admin

ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

admin

વડોદરા શહેરમાં ઇનઓર્બીટમોલ અને ONGC ખાતે મોકડ્રિલ યોજવામાં આવ્યું

admin

Leave a Comment