30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા દ્વારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે 2000 તુલસીના છોડનું વિતરણ


વડોદરા ના પ્રસિદ્ધ વાડી સ્વામિનારાયણ મંદિર આયોજિત આ કાર્યક્રમમાં, શ્રી કે કે શાસ્ત્રીજી દ્વારા તુલસીના છોડના મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી અને નાગરિકોને તેમના ઘરો અને આસપાસના વિસ્તારોમાં વધુ વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કર્યા.
આ અવસર પર કોઠારી ઘનશ્યામસ્વરૂપ સ્વામી અને પૂજારી પવિત્રાનંદજી એ કહ્યું, “તુલસીના છોડનો આયુર્વેદમાં અને હિંદુ ધાર્મિક અનુષ્ઠાનોમાં વિશેષ મહત્વ છે. તુલસીનું જળ આહાર અને આરોગ્ય માટે અતિ ઉત્તમ છે અને તે વિવિધ રોગોથી રક્ષણ આપે છે. આજે, આ પાવન દિવસને અનુલક્ષીને, આપણે 2000 તુલસીના છોડનું વિતરણ કરીને પર્યાવરણના સંરક્ષણ માટે એક નવો પાયો મૂકી રહ્યા છીએ.”
ઉપસ્થિત સંતો અને હરિભક્તો, સ્વયંસેવકો દ્વારા તુલસીના છોડને વહેંચીને, શહેરના વિવિધ વિસ્તારોમાં હરીભરી સ્થાપના લાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા એક સાથે પર્યાવરણ જાગૃતિ, આરોગ્ય અને આધ્યાત્મિક સમૃદ્ધિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.


આમ યોગિની એકાદશીના આ પાવન અવસર પર 2000 તુલસીના છોડના વિતરણ દ્વારા વડોદરાના નાગરિકોએ પર્યાવરણને સાચવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તરફ એક સારા માર્ગે પગલાં લીધા છે.

Related posts

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના મારવાડી મહોલ્લામાં જવલ્લેજ જોવા મળતી પ્રજાતિનો સાપ રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો

admin

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી ડો.ઈન્દુલાલ યાજ્ઞિક પ્રા.શાળામાં નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું

admin

આંતરરાષ્ટ્રીય રામસ્નેહિ સંમ્પ્રદાયના દ્વિતીય આચાર્ય દુલ્હેરામજી મહારાજના દ્વિશતાબ્દી નિર્વાણ મહોત્સવ

admin

Leave a Comment