27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 24, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ એકતા અને વ્યસનમુક્તિ’ના સંકલ્પ સાથે તડવી સમાજ દ્વારા ‘એકતા રથ’નું ભવ્ય સ્વાગત

ડભોઇ: આજરોજ ૩૧ ડિસેમ્બરના રોજ ડભોઇ તડવી સમાજ દ્વારા “એકતા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે વડોદરાથી નીકળેલા ‘એકતા રથ’નું ડભોઇના આંબેડકર ચોક ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શિક્ષણ અને વ્યસનમુક્તિનો સંદેશ ​સમસ્ત તડવી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો અને યુવાધનને વ્યસનમુક્તિ તરફ વાળવાનો છે. વડોદરાથી પ્રસ્થાન થયેલો આ એકતા રથ વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી મહારાષ્ટ્રના વરફળી મુકામે પહોંચશે.૪૦ ગામોનું મહાસંમેલન આ રથયાત્રામાં ડભોઇ તાલુકાના અંદાજે ૪૦ જેટલા ગામોના તડવી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વરફળી ખાતે આ તમામ ગામોના લોકો એકત્રિત થઈને સમાજની એકતા જાળવવા અને કુરિવાજો તેમજ વ્યસન છોડવા માટેના સામૂહિક શપથ લેશે.આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિડભોઇમાં આયોજિત સ્વાગત કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં ​પી. એમ. તડવી (પ્રમુખ, ડભોઇ તડવી સમાજ) કાલીદાસ તડવી રાજેન્દ્ર તડવી
​દિનેશભાઈ તડવી મફતભાઈ તડવી સહિતના કાર્યકરોએ હાજર રહીને સમાજની ઉન્નતિ માટે આ અનોખા કાર્યક્રમને બિરદાવ્યો હતો. ૩૧ ડિસેમ્બરના દિવસે જ્યારે વિશ્વ ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે તડવી સમાજે ‘એકતા દિવસ’ ઉજવીને સમાજ સુધારણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Related posts

વરસાદ વરસતા ની સાથે જ સ્માર્ટ સિટી વડોદરાના ઘણા રોડ રસ્તા બેસી જવાનો તેમજ રસ્તા પર ચરી પડવાનો સિલસિલો સામે આવતા પાલિકા એક્શન મોડમાં આવી

admin

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ધધાટન કરવામાં આવ્યુ.

admin

વડોદરા પૂર માંથી બહાર આવી રહ્યું છે ત્યારે શહેરને પુન: ધબકતું કરવા માટે વધુ એક વખત રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા આવી પહોંચ્યા

admin

Leave a Comment