Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે પ્રો. અમિત ધોળકિયા ના વ્યાખ્યાન દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.

મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “Revisiting the Role of a Teacher in the Contemporary Era” વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું હતું.

આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા તરીકે પ્રો. અમિત ધોળકિયા – પૂર્વ રજીસ્ટ્રાર (એમ.એસ.યુ.) અને વડા, રાજકીય વિજ્ઞાન વિભાગ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડા ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. ધોળકિયાએ પોતાના વ્યાખ્યાનમાં આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા વિષે વિગતવાર વિચારવિમર્શ કર્યો હતો. તેમણે જણાવ્યું કે શિક્ષક માત્ર જ્ઞાન પ્રદાન કરનાર નથી, પરંતુ સમાજના મૂલ્યો, સંસ્કૃતિ અને નૈતિકતા સંવર્ધનનો પાયો પણ છે. તેમણે ડિજિટલ યુગના પડકારો વચ્ચે શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે તેની અસરકારક ચર્ચા કરી.
તેમજ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેટલું પણ સોશિયલ મીડિયા થી કે અન્ય કારણોસર પરિવર્તન કેમ ના આવતા હોય પણ ભારતીય સંસ્કૃતિ અને સંગીત ની પરંપરા ની જડ ખૂબ મોટી અને ઊંડી છે તેનાથી કોઈ ફરક નહીં પડે જેને ફેકલ્ટિ ઓફ પરફોર્મિંગ આર્ટસ આ પરંપરા અને સંસ્કૃતિ ને આગળ પ્રવાહિત કરી રહી છે.
ટેકનોલોજી થી વિકલ્પ અનેક મળશે પણ માં નૈતિકતા ના મૂલ્યો કે માર્ગદર્શન નથી મળતું અને તે વિવેચન નહીં કરી શકે માટે શિક્ષક ની જરૂર હંમેશા રહશે જ માત્ર ટેકનોલોજી થી તે સાર્થક નહીં થઈ શકશે.

આ કાર્યક્રમ ના સ્વાગત ઉદબોધન ગાયન વિભાગ ના અધ્યક્ષ ડૉ રાજેશ કેલકર દ્વારા કરવામાં આવ્યું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સફળ સંકલન શ્રી જનક જશાકીયા (કૉર્ડિનેટર) અને ડૉ. જયદીપ લકુમ (સહ-કૉર્ડિનેટર) અને સંચાલક ડૉ ભાવિક માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાનમાં ફેકલ્ટીના અધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

એમ એસ યુનિવર્સિટી વડોદરામાં “NEP 2025” સપ્તાહની ઉજવણીનો શુભારંભ

admin

વડોદરા હિન્દૂ જાગરણ મંચ દ્વારા ગરીબ મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું..

admin

રસુલપુરા ગામમાં ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે હવન-પૂજા, પરંપરા સાથે ભક્તિનો ઉત્સવ

admin

Leave a Comment