43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દિલ્હી પબ્લિક સ્કૂલ કલાલીના શિક્ષકોએ એક લાખ રૂપિયાની ભેટ આપીને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ જગમગાવ્યો

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્યના નેજા હેઠળ શાળાના શિક્ષકોએ એક લાખ રૂપિયાની ભેટ આપીને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ જગમગાવ્યો છે.

જે વિશે માહિતી આપતા શાળાના આચાર્ય ડૉક્ટર એ. કે. સિન્હાએ જણાવ્યું હતું કે, દિવાળીએ દરેકના ચહેરા ઉપર સ્મિત અને જીવનમાં પ્રકાશ પાથરવાનો તહેવાર છે ત્યારે શહેરના મહાવીર હોલ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાની આગેવાનીમાં મનોદિવ્યાંગ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવામાં આવે છે. જે બાળકોની દિવાળી ગત વર્ષો કરતા આ વર્ષે કંઈક વિશેષ રીતે ઉજવાય તેવા પ્રયાસ સાથે શાળાના શિક્ષકોએ મક્કમ મને સંકલ્પ લીધો અને તે બાળકો માટે ગણતરીના કલાકમાં એક લાખ રૂપિયાનું ફંડ ભેગું કરીને સંસ્થાને અર્પણ કર્યું હતું. આ બાળકોના વિકાસ માટે ભવિષ્યમાં અમારી શાળા દ્વારા બને એટલા સુંદર પ્રયાસો કરવામાં આવશે.

Related posts

સાવલીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની આગેવાની હેઠળ સહી જુમ્બેસનું આયોજન

admin

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વ્યાપેલી ઘૂસણખોરીને દૂર કરવા માટે તંત્ર મક્કમ

admin

પ્રેરણા ટીમ ધ્વારા થઈ જરૂરિયાતની ચીજ વસ્તુઓની વહેંચણી

admin

Leave a Comment