33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઇ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઇ દ્વારા પ્રમુખશ્રી એ.એ. માધવાણી ના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 2006 થી રાજ્યભરમાં ચાલી રહેલા આ થેલેસેમિયા પ્રિવેન્શન કેમ્પેઇન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના CBC/HPLC ટેસ્ટ દ્વારા થેલેસેમિયા નિદાન કરવામાં આવે છે.આ જ અભિયાનની કડીરૂપે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં પણ વિદ્યાર્થીઓને 155 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો થેલેસેમિયા મુક્ત બનાવવાના હેતુસર થેલેસેમિયા કાઉન્સિલિંગ અને ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા અંગે જાગૃતિ વધારવાનો તથા પરીક્ષણ દ્વારા ભવિષ્યને સ્વસ્થ અને નિરામય બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને આ કેમ્પમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી છે જેથી સમાજમાં “થેલેસેમિયા મુક્ત ગુજરાતનું સપનું સાકાર થઈ શકે તેમ જણાવ્યું હતું.

Related posts

VMCના સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા યુવકનું વારસિયા રિંગ રોડ ઉપર શંકાસ્પદ મોત

admin

બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની બેભાન 108ની તાત્કાલિક સારવારથી ભાનમાં આવી ફરીથી પરીક્ષા આપવા બેશી

admin

છાણી નર્મદા કેનાલ પર સોલાર પેનલ પર કામ કરતા યુવાનનું મોત

admin

Leave a Comment