સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી અને એક જ સ્થળ પરથી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા થી આજ રોજ છોટાઉદેપુર એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરીબ કલ્યાણ મેળામાં કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ,લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરી શુભારંભ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમ બનાસકાંઠાથી વર્ચ્યુઅલી જોડાઈ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા.આજના ગરીબ કલ્યાણ મેળામાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કમિશનર ઓફ ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, મહેસુલ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ ,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કુલ 1856 લાભાર્થીઓને રૂ.૩,૪૬,૫૯,૦૩૫ની સહાય ચૂકવવામાં આવી હતી.
સ્ટેજ ઉપરથી મહાનુભવોના હસ્તે વિવિધ વિભાગોના 25 જેટલા લાભાર્થીને વિવિધ યોજનાની સહાય ચૂકવવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવી હતી
ગરીબ કલ્યાણ મેળામાં પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, નિવાસી કલેકટર એસ.ડી ગોકલાણી, પ્રાયોજના વહીવટદાર ભગત, કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, બોડેલી અને પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખો છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા જી.આર.ડી. કમાન્ડર લીલાબેન રાઠવા તેમજ વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગરીબ કલ્યાણ મેળામાં લાભ પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

