છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ ખાન-ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારો જેવા કે કડીલા, સિહોદ, સીમલીયા, જાખરપુરા અને બુમડી સહિત અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડિયાની અંદર સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ આઠ ટ્રેકટરો અને એક ટ્રકને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વઘુ તપાસ હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીને લઈને રેતી માફિયાઓ અને ટ્રેક્ટર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

