છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને રંગોત્સવ બાળ કુંજન 3 નિમિત્તે શાળા કક્ષાએ તૃતીય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા,એ.પી.એમ.સી.છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ રાઠવા,તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ નગરપાલિકાના કોર્પોરેટરો તાલુકા જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો વિવિધ શાળાના આચાર્યો પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1ના શિક્ષકો એસએમસી સમિતિના સભ્યો શાળાના બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

