વિશ્વભરમાં સેવા સ્નેહ અને સમર્પણના માર્ગે સમાજને અગ્રેસર કરવા અને યુવા જાગૃતિને પરમ લક્ષ્યમાં અંકિત કરીને જીવનને સનાતન વૈદિક ધર્મની સુવાસને ચોતરફ પ્રસારિત કરવા તથા માનવતા અને સામાજિક સમરસતા અર્થે જેમને જીવન સમર્પિત કર્યું છે એવા વિશ્વના લાખો યુવાનોના પ્રેરણા બળ શ્રીવલ્લભકુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજી નો ૩૯ મંગલ જન્મ દિવસ આજરોજ કારતક વદ બીજના ઉજવાયો. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે શ્રીવલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તત્વાવધાનમાં આજે પૂજ્યશ્રીના ૩૯માં મંગલ જન્મ દિવસ નિમિત્તે પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર માર્કંડેય પૂજન વિધિ કરવામાં આવી જેમાં સમસ્ત વલ્લભકુલ પરિવાર સહીત શહેરના અલગ અલગ ક્ષેત્રના શ્રેષ્ઠીજનો,સામાજિક અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણીય મહાનુભાવો, સામાજિક સંસ્થાઓ તથા મંડળો દ્વારા પૂજ્ય મહારાજશ્રીનું અભિવાદન સંપન્ન થયું ત્યારે આ પ્રસંગે ભક્તિ સંગીત સંધ્યામાં કૃષ્ણભક્તિના ભજનોની રમઝટ બોલાવી હતી. શ્રીઠાકોરજી સુખાર્થે શ્રીગોવર્ધન તરેટીમાં શ્રીયમુનાજી દીપદાન મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દર્શનથી સૌ ભાવિકજનો લાભાન્વિત બન્યા હતા. આ મંગલ વધાઈના પ્રસંગે પૂજ્યશ્રીના સમાજના પ્રત્યેક જન માત્રના અર્થે સમર્પિત કાર્યો પ્રત્યે આવો, પૂજ્યશ્રીને સમસ્ત વૈષ્ણવ સમુદાય સ્નેહસભર વધાઈ અને અભિવાદન થકી અંતરનું ઋણ સમર્પિત કર્યું.
previous post

