Genius Daily News
આણંદ જિલ્લોપેટલાદ

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે હજરત સૈયદ આબિદ અલી બાવા નો 58મો ઉર્સ શરીફ ઉજવાયો

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલ મલાવ ભાગોળ પાસે આવેલ કોમી એકતા ના પ્રતિક સમાન હજરત સૈયદ આબીદ અલી બાવાનો 58 મો ઉર્સ શરીફની ઉજવણી માહે રબિઉલ આખરના 17 માં ચાંદ ના દિવસે કરવામાં આવી હતી અને તેમના સજાદાનસીન હજરત હજરત,સૈયદ વારીસ અલી હઝરત સૈયદ મોહિબઅલી,હજરત સૈયદ વાહીદ અલી બાવા,જુનેદઅલી બાવા,હજરત સૈયદ મોનિસ અલી બાવા તેમજ તેમના અકીકત મંદો દ્વારા સંદલ શરીફ તથા ચાદર ગીલાફની પેસગી કરાઈ હતી હઝરત ના મકાનથી જુલુસ નીકળી વિવિધ વિસ્તારમાં થઈ દરગાહ શરીફ ખાતે હજરત સૈયદ આબિદ અલી બાવાના મજાર પર સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલીકા મુજબ સૈયદ સાદાતો તથા તમામ અકિદત મંદો ની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મજાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ દરુદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અકીકત મંદો દ્વારા કોમી એકતા અને ભાઈચારો અને લોકો સ્વસ્થ સારું રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી

Related posts

આણંદના પીપળાવ ગામની બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનાથી ગોલ્ડ લોન લેવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો

admin

વાસદ મહિસાગર નદીમાં નાવડી ઉંધી પડતા ત્રણના મોત

admin

આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત

admin

Leave a Comment