36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો વડોદરાના મહેમાન બન્યા

વડોદરામાં સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો વડોદરાના મહેમાન બન્યા હતા..

શહેરના સુભાનપુરા વિસ્તારમાં ભાજપાના આગેવાન રાજેશ આયરે અને તેમના પુત્ર શ્રીરંગ આયરે દ્વારા આજે 15 મો દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે રાજેશભાઈ આયરેની સંસ્થા સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ પ્રકારના દિવ્યાંગ લગ્નમહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્યના 25 થી વધારે દિવ્યાંગ યુવક યુવતીઓના લગ્ન યોજવામાં આવે છે. આ આયોજનમાં ટ્રસ્ટ દ્વારા નવદંપતીને મોઘી વસ્તુઓનું કરિયાવર પણ આપવામાં આવે છે તો સાથે સાથે નિશુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરીને દિવ્યાંગ વ્યક્તિ અને તેના પરિજનોને આર્થિક તેમજ સામાજિક હુંફ આપવામાં આવે છે. આજે સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિ યુગલોને શુભેરછાઓ પાઠવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સ્ટારકાસ્ટ વડોદરા ખાતે આવી પહોંચી હતી આ સીરીયલના કલાકારોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજેશભાઈ દ્વારા જે આ સુંદર આયોજન કરવામાં આવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે. સામાજિક જવાબદારી તરીકે રાજેશ દ્વારા જે આ અતુલ્ય કાર્ય કરવામાં આવ્યું છે તેમાં અમે સહભાગી થયા છે તેનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. અત્રે ઉલ્લેખ નિયર છે કે સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક દિવ્યાંગજનોને લગ્નગ્રંથીએ બાંધીને તેઓનું જીવન સુખરૂપ પસાર થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી યોજાતા આ પ્રસંગ હવે જાણે શહેરનો પ્રસંગ બન્યો હોય તેવો માહોલ લગ્ન સમયે સર્જાય છે ત્યારે આજે આયોજિત આ લગ્નનો શોમાં વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યો મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત સુભાનપુરા ગોરવા અને સમતા વિસ્તારના લાખો નાગરિકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

Related posts

વિસાવદર કોમી એકતાના પ્રતીક સમાન ગંજીવાડા ક્ષત્રિય યુવક મંડળ ગણપતિ ઉત્સવ સિમિત નું ભવ્ય આયોજન.

admin

HSC બાદ હવે SSC બોર્ડ માં પણ વડોદરાની ફિનિક્સ સ્કૂલે ઐતિહાસિક શતક લગાવી

admin

તાલુકા પંચાયત સાવલી કચેરીનો મુખ્યમાર્ગ થી જોડતો રસ્તો ખુબ જ બિસમાર હાલતમાં

admin

Leave a Comment