Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા દભાઁવતીના આંગણે પધારી

આ યાત્રા નું ડભોઇ માં આગમન થતા મોટી સંખ્યા માં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ દર્શન નો લાભ લીધો હતો.આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને 21 થી 29 ડિસેમ્બર સુધી વડોદરા ના નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર હિન્દૂ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ માં ભાગ લેવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર વડોદરા નવલખી ગ્રાઉન્ડ માં વલ્લભ કુલ ભુષ્ણ વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી ના સાનિધ્ય માં 1008 પોથી જી પારાયણ, શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ, અદ્ભૂત અલૌકિક ભારત તીર્થ દર્શન ,વ્રજ દર્શન ઝાંકી તેમજ અન્ય સંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે ભાગરૂપે આજરોજ ડભોઇ ઝારોલા વાગા સ્થિત મોટા મંદિરે દિવ્ય જ્યોત યાત્રા નું આગમન થયું હતું. જ્યાં મોટી સંખ્યા માં વૈષ્ણવ સમાજ ના લોકો ઉપસ્થિત રહી દર્શન નો લાભ લીધો હતો.આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત પાલિકા પ્રમુખ બીરેન શાહ,વૈષ્ણવ સમાજ ના આગેવાન એચ.વી શાહ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી વિશાલ શાહ,ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડભોઇ શહેરમાં મહેદવી તાઈ સમાજે ઉજવેલ મહેદી એ મવઉદ અ.સ.600 મી જન્મ જયંતી પ્રસંગે શાનદાર ઉજવણી

admin

સાવલીમાં માર્ગ સુરક્ષા માટે જાગૃતિ અભિયાન, વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ

admin

બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવા બરોડા ફિલાટેલિક સોસાયટીના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી

admin

Leave a Comment