ડભોઇ શહેરમાં મહેદવી તાઈ સમાજે ઉજવેલ મહેદી એ મવઉદ અ.સ.600 મી જન્મ જયંતી પ્રસંગે શાનદાર ઉજવણી કરી હતી અને તાઈ વાગા તેમજ મહુડી ભાગોળ પરબડી પાસે ધાર્મિક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડભોઇ શહેરમાં મહેદવી તાઈ મુસ્લિમ સમાજ વિસ્તારના મોહલ્લા ઓમાં લાઈટ ડેકોરેશનની રોશની સાથે મહેદી એ મવઉદ અ.સ.ની 600મી જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે તકરીર વાયજ ધાર્મિક કથા નો કાર્યક્રમ તાઇવગા મિલાદ કમિટી દ્વારા હૈદરાબાદના ચનપતન થી પધારેલા હજરત ફકીર સૈયદ આબીદ ખુદમીરી મિરાજી સાહેબ તેમજ મહુડી ભાગોળ પરબડી પાસે હૈદરાબાદ થી પધારેલા પીરો મુશીદૅ સૈયદ અતહર મીયા તકરીર ના કાર્યક્રમમાં મોહમ્મદ પૈગંમ્બર સાહેબે દરેક મનુષ્ય માટે કઈ રીતના જીવન જીવવું અંગે સંદેશો આપ્યો હતો
તેવીજ રીતે ઇમામ સૈયદ મોહમ્મદ જોનપુરી મહેદી એ મવઉદે પણ જેમાં હક અને ઇન્સાફ ની વાત કરવામાં આવી હતી. મોહમ્મદ પેગંમ્બર સાહેબ રહેમ દિલવાલા શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યો હતો. બુરાઈ થી બચવા ખુદાને બંદગી કરવાની અને તેઓને સાદગી પૂર્વક જિંદગી ગુજારી હતી અને જિંદગીભર અલ્લાહની ઈબાદત કરી હતી દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાહ ને રાજી રાખવા માટે મુસલમાનો એ દુનિયા માટે નહીં પણ અલ્લાહને ખુશ કરવા નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે. જ્યારે કે હજરત સૈયદ આફતાબ મિયા અને હઝરત સૈયદ મહેમૂદ મિયાં એ પણ ધાર્મિક કથામાં જણાવ્યું હતું કે મહેંદી એ મવઉદ અ.સ. હક અને બાતીલની જંગ ઇન્સાફ ની વાત કરતા હતા અને અલ્લાહના રસ્તા પર ચાલવા જણાવતા હતા. ભારત દેશ બિનસામપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ઉજવી શકે છે. સમગ્ર દેશભરમાં દરેક તહેવારો કોમી એકતાથી થવા જોઈએ કોઈપણ સમાજના લોકોને લાગણી ન દુભાય તે રીતના ભારત દેશ માં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુઆ કરી હતી…આ પ્રસંગે સૈયદ સાદાત અને મહેદવી તાઈ સમાજના આગેવાનો અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

