વડોદરા નજીક સાવલીમાં સમયાન્તરે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે અગાઉ અહીંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી જયારે ગતરોજ મોક્સી ગામમાંથી ખેતરમાં શેડ બનાવીને મેફેડ્રોન સિન્થેટીક ડ્રગ્સ બનાવીને નશાનો વેપાર ચાલતો હોવાનું ખુલ્યું હતું આ મામલે પોલીસ તાપસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે,પોલીસે રેઇડ કરી અહીંથી 3 કરોડ 37 લાખની કિંમતનો મેફેડ્રોલ ડ્રગ્સનો જથ્થ જપ્ત કરી અત્યારસુધી 3 આરોપીઓની ધરપકડ કરી છે,ભારતમાં 3 પ્રકારના ડ્રગ્સ વેચાય છે જેમાં નેચરલ, સેમી સિન્થેટીક અને સિન્થેટીક.આ તમામ ડ્રગ્સ અફીણ, ગાંજા અને કોકો પાઉડરમાંથી બને છે.

