રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામે રોડ ઉપરથી એક ઇસમને મારૂતિ સુઝુકી બ્રેઝા ગાડીમાંથી કિં.રૂ.૨,૭૦,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા મારૂતિ સુઝુકી બ્રેઝા મળી કુલ કુલ કિં.રૂ.૧૩,૭૦,૦૦૦/- ના મુદામાલને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક મારૂતિ સુઝુકી કંપનીનીસફેદ કલરની બ્રેઝા ફોર વ્હિલર જેનો આર.ટી.ઓ રજી. નંબર GJ-34-N-3267માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી દેવહાંટ ગામ તરફથી નિકળી છોટાઉદેપુર થઇ આગળ તરફ જનાર છે ” જે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે…… જે અન્વયે પોલીસ સ્ટાફના માણસો સુરખેડા ગામની સુવાલ નદીના બ્રિજ પાસે હાઇવે રોડની બન્ને સાઇડે થોડા-થોડા અંતરે વોચ નાકાબંધીમાં ગોઠવાય ગયેલ અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબના વર્ણન વાળી બ્રેઝા ફોર વ્હિલર ગાડી આવતા ખાનગી વાહનની આડાશ કરીતેના ચાલકને ઉભી રાખવાનો ઇશારો કરતા તેને થોડે દુર ઉભી રાખી ચાલક તથા તેની બાજુની સીટ ઉપર બેસેલ ઇસમ ગાડીમાંથી ઉતરી ભાગવા લાગતા તેમનો પીછો કરતા ગાડીનો ચાલક પકડાય ગયેલ અને તેની સાથેનો ઇસમ નદીના કિનારે ઝાડી ઝાખરાનો લાભલઇ ભાગી ગયેલ જેથી તેઓના કબ્જાની બ્રેઝા ગાડીમાં ખાત્રી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની ખાખી કલરના પુઠ્ઠાની પેટીઓ તથા ટીન બીયરના છુટ્ટા બોટલ ભરેલ મળી આવતા સદર જગ્યા જાહેર હાઇવે રોડ હોય અને અવર જવર વાળો રસ્તો હોય….. જેથી સદર જગ્યાએ પંચનામું કરવુ હિતાવહ ન હોય જેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બ્રેઝા તથા ચાલક ઇસમને એસ.પી કચેરી, છોટાઉદેપુર ખાતે લાવી પંચો રૂબરૂ પકડાયેલ ચાલક ઇસમ નામઠામ પુછતા તેને પોતાનું નામ ભંગડાભાઈ ઉર્ફે પરેશભાઈ કાનસિંગભાઇ રાઠવા ઉ.વ.૨૧ રહે. મોટી સઢલી, જોગદી ફળીયા તા.જી.છોટાઉદેપુરનો હોવાનું જણાવેલ તથા બાજુની સીટમાં બેસેલ ભાગી જનાર ઇસમનું નામઠામ પુછતા તેનું નામ પ્રકાશભાઇ કરશનભાઇ તોમર રહે. ચોહજી તા.કઠીવાડા જી.અલીરાજપુર(મ.પ્ર)નો હોવાનુ સદરી ઇસમે જણાવેલ ઉપરોક્ત પકડાયેલ પ્રોહી મુદ્દામાલ રાખવા તેમજ હેરાફેરી કરવા અંગે પાસ પરમીટ માંગતા તેની પોતાની પાસે કોઇ પાસ પરમીટ નહી હોવાનું જણાવેલ….. જેથી બ્રેઝા ગાડીમાંથી પ્રોહી મુદ્દામાલ કુલ બોટલ નંગ-૨,૧૪૦ ની કુલ કિં.રૂ.૨,૭૦,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પકડાયેલ પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતિ સુઝુકી કંપનીની સફેદ કલરની બ્રેઝા ફોર વ્હિલર જેનો આર.ટી.ઓ રજી. નંબર GJ-34-N-3267 જેની કિ.રૂ.૧૧,૦૦,000/-ની મળી કુલ કિં.રૂ.૧૩,૭૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

